letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:37 PM
Thursday, April 15
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે લવ જેહાદ અંગેના વિધેયકની ચર્ચાથી ગૃહમાં કયારેક હંગામો તો કયારેક કટાક્ષ, ક્યારેક હાસ્યની છોળો ઉડી હતી. વિપક્ષી નેતા પરેશ ધનાણીએ રૂપાણી અને નીતિન પટેલ તરફ નિર્દેશ કરી શોલે ફિલ્મના જય-વીરૂના કિસ્સાઓનો ગૃહમાં ઉલ્લેખ કર્યો હતો. જેને પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અકળાયા હતા અને પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કરી જણાવ્યું હતું કે વિપક્ષી નેતા ધર્માંતરના વિધેયક ઉપર પોતાના વિચારો વ્યક્ત કરતા નથી અને લાંબી લાંબી વાર્તાઓ કરી સમય વેડફી અન્ય વિષય ઉપર જતા રહે છે. ત્યારે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી વધુ છૂટછાટ આપવી જોઈએ નહીં એવો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. પરેશભાઈ સૌને મનોરંજન કરાવે છેઆ તબક્કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ નીતિનભાઈના પોઇન્ટ ઓફ ઓર્ડરનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે વિપક્ષ આ વિધેયકનું નથી સમર્થન કરી શકતો કે વિરોધ પણ કરી શકતો નથી. પરેશભાઈ આ વિધેયક ઉપર બોલવાના બદલે સૌને મનોરંજન કરાવે છે એવું કહેતા વિધાનસભામાં ભાજપના સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સમયે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ કોઈ કોમેન્ટ કરતા તેમને દસ મિનિટ સુધી ગૃહની બહાર નીકળી જવાનો આદેશ વિધાનસભાના અધ્યક્ષે કરતા વાતાવરણ સામાન્ય બન્યુ હતું.