કાળઝાળ ગરમી અને આકરા તાપમાન વચ્ચે ધારી ગીર પૂર્વ જંગલ વિસ્તારમા સિંહો,નીલગાય,દીપડા સહિત વન્યપ્રાણી નો વસવાટ છે તેની સામે ઉનાળા ની ઋતુમાં સિંહો આમથી તેમ પાણી માટે ભટકી રહ્યા હોય છે તેવા સમયે સિંહો જે ઉનાળા ની ઋતુમા પાણી નિયમિત 24 કલાક પોઇન્ટ પર મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાય છે જ્યારે આજે સોશ્યલ મીડિયા ના માધ્યમ થી ડી.સી.એફ.અંશુમન શર્મા એ વીડિયો જાહેર કર્યો છે. જંગલ વિસ્તારમા 225 કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે અને 70 જેટલા કુદરતી પાણીના પોઇન્ટ છે. જેમા મેન્યુલ,હેન્ડપમ્પ,પાણી ના પોઇન્ટ,ટેન્કર,પવન ચક્કી,સોલાર વોટર પમ્પ ની મદદ થી પાણીના પોઇન્ટ ભરવામા આવી રહ્યા છે જેમા તુલસી શ્યામ,હડાળા, દલખાણીયા, સરસીયા,પાણીયા,જસાધાર, સાવરકુંડલા, રેન્જ સહિત વિસ્તાર મા પોઇન્ટ ઉભા કરી સિંહો માટે ખાસ પ્રકાર ની વ્યવસ્થાઓ કરવામા આવી છે.


Gujarat News
03 Apr 2021