letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:43 PM
Thursday, April 25
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં મગફળીની વિપુલ માત્રામાં આવક થઇ રહી છે. એક તરફ સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે ખેડૂતો પાસેથી હાલ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરાવી રહી છે. ત્યારે બીજી બાજુ અનેક ખેડૂતો પોતાની મગફળી યાર્ડમાં વેંચી રહ્યા છે. આ અંગે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી પી.એસ. ગજેરાએ જણાવ્યું હતું કે, યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલના માર્ગદર્શનમાં કરાયેલી તમામ તૈયારીના કારણે યાર્ડમાં મગફળી લઇને આવનાર ખેડૂતોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં યાર્ડમાં અંદાજે 2,00,000 ગુણી મગફળીની આવક થઇ છે. એક ગુણીમાં 30 કિલો મગફળી હોય છે. ગુણીનો ભાવ 1,500 હોય છે. આમ, અંદાજીત 30,00,00,000થી વધુની મગફળીની યાર્ડમાં આવક થઇ છે. જોકે, હજુપણ મગફળીની આવક દિનપ્રતિદિન વધી રહી છે.