સોમવારે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ દોઢ ડિગ્રી સુધી ઘટ્યું હતું. 8.8 ડિગ્રી સાથે નલિયા પ્રથમ અને 10.8 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું બીજું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. વાતાવરણમાં થનાર ફેરફારના કારણે 72 કલાક બાદ ઉ.ગુ.માં ઠંડી વધુ 2- 3 ડિગ્રી ઘટશે. હવામાન વિભાગ મુજબ, ઉત્તર ગુજરાતમાં આગામી 72 કલાક સુધી ઠંડીની આ સ્થિતિ હજુ યથાવત રહી શકે છે. બીજી બાજુ તા.21 જાન્યુઆરીએ ઉત્તર-પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ રચાય તેવી પ્રબળ શક્યતા છે. જેના કારણે 21મીથી ઉત્તર ગુજરાત વાદળછાયું બનશે અને 22મીથી વધુ એક વખત કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ઉલ્લેખનિય છે કે, આ સાથે ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરીમાં બીજી વાર અને શિયાળુ સિઝનમાં 5મી વાર માવઠાનું સંકટ તોળાયું છે.
Gujarat News
18 Jan 2022
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…