letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:47 PM
Saturday, September 30
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનાં ન્યુરોલોજી વિભાગ દ્વારા એક અતિજટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે, જેમાં દર્દીને બેભાન કર્યા વિના તેની સાથે વાત કરતાં કરતાં મગજમાંથી ગાંઠ કાઢવામાં આવી હતી. ખૂબ જ જટિલ અને અત્યંત મુશ્કેલ એવી અવેક બ્રેઇન સર્જરી કરી દર્દીને લકવાગ્રસ્ત થતાં બચાવ્યો છે. આ સર્જરીમાં ડોક્ટરોએ દર્દીને બેભાન કર્યા વિના જ વાતોમાં પરોવી રાખ્યો હતો અને મગજમાંથી ગાંઠ દૂર કરી હતી.   અવેક બ્રેઈન સર્જરી કરી નવો કીર્તિમાન સ્થાપ્યોઆ સર્જરી વિશે સિવિલ અધીક્ષક આર.એસ. ત્રિવેદીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અહીં માત્ર રાજકોટ જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી આવતા દર્દીઓને તમામ પ્રકારની સારવાર તદ્દન મફત આપવામાં આવે છે. તાજેતરમાં ન્યુરોલોજી વિભાગ દ્વારા અતિજટિલ અને અત્યંત મુશ્કેલ એવી અવેક બ્રેઈન સર્જરી કરી નવો કીર્તિમાન સ્થાપવામાં આવ્યો છે. આ સર્જરી ખાસ મુશ્કેલ એટલા માટે હોય છે કે એમાં દર્દીને બેભાન કર્યા વિના સજાગ અવસ્થામાં રાખીને તેના મગજ પરની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે.

Rajkot News

Rajkot Radios