શ્રાવણ મહિનામાં દેશભરમાં ઘરઆંગણે સ્પીડ પોસ્ટ દ્વારા શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ મેળવો - પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
22મી જુલાઈથી શ્રાવણનો પવિત્ર માસ શરૂ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે ભગવાન શિવના જ્યોતિર્લિંગના દર્શન કરી શકે અને તેમના આશીર્વાદ મેળવી શકે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શ્રી કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન બાદ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, લોકો ગુજરાત સહિત દેશના કોઈપણ ખૂણામાં ઘરે બેસીને શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ તેમના ઘરે બેઠા મેળવી શકે છે. શ્રાવણ મહિનામાં આ માટે ટપાલ વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે. ઉપરોક્ત માહિતી અમદાવાદ રિજિયનના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી હતી, જેમની તાજેતરમાં વારાણસી થી અહીં બદલી થઈ છે. ....Cont Source:PIB Ahmedabad