letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:52 AM
Sunday, December 16
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટમાં મહાત્મા ગાંધી જે શાળામાં ભણ્યા હતા તે આલ્ફ્રેડ હાઈસ્કૂલને ગાંધી અનુભૂતિ કેન્દ્રમાં ફેરવવામાં આવી છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મ્યુઝિયમનું ઉદઘાટન કરવાના છે. ગાંધી અનુભૂતિ કેન્દ્રમાં ગાંધીજીના જીવનના પ્રસંગો મુકવામાં આવ્યા છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગાંધી મ્યુઝિયમ 26 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ભારતની આઝાદીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા રાજકોટ શહેર સાથે ભારતના રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીનો બહુ ગાઢ નાતો રહ્યો હતો. પૂ. બાપુના બાળપણ અને શિક્ષણના સાક્ષી બનેલા રાજકોટ શહેરમાં પૂ. ગાંધી બાપુની સ્મૃતિઓ કાયમી બની રહે અને નવી પેઢીઓને આદર્શ ભારતનાં નિર્માણમાં યોગદાનની પ્રેરણા આપતી રહે તેવા ઉમદા ધ્યેય સાથે રાજકોટ મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં અપ્રતિમ સહયોગ સાથે "ઐતિહાસિક ગાંધી સર્કિટ"ને વૈશ્વિક ફલક પર મુકવાનું જે બીડું ઝડપ્યું હતું તે હવે સાકાર થવા જઈ રહ્યું છે.

Rajkot News

Rajkot Radios