RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

વેસ્ટ ઇન્ડીઝ-ભારત વચ્ચેના પ્રથમ ટેસ્ટ મેચ પૂર્વે પીચ મુદ્દે વિવાદ સર્જાયો છે. બીસીસીઆઇ દ્વારા ટેસ્ટના ત્રણ દિવસ પહેલા જ બાઉન્સી અને ઝડપી પીચ બનાવવા માટે ક્યુરેટર દલજિતસિંઘ અને વિશ્વજિત પઢિયારને રાજકોટ મોકલતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન નારાજ થયું છે. રાજકોટ આવી પહોંચેલા બંને ક્યુરેટરે પીચને બોર્ડના જણાવ્યા મુજબ તૈયાર કરવાની એસસીએને વાત કરી હતી. જો કે, કોઇ પણ મેચ માટે પીચ તૈયાર કરવાની જવાબદારી લાગતા વળગતા એસોસિએશનની હોવાનું કહ્યું હતું, ત્યારે બંને ક્યુરેટરે રાજકોટની રનના ઢગલા થાય અને પરિણામ ન આવે તેવી પીચ હોવાની ફરિયાદ મળી હોવાનું તેમજ ટીમ ઇન્ડિયા આગામી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની હોય ત્યાની ઉછાળવાળી તેમજ ઝડપી પીચ રાજકોટમા તૈયાર કરવાની બોર્ડે સૂચના આપી હોવાનું કહ્યું છે.   તેની સામે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના મેન્ટર નિરંજન શાહે આ મુદ્દે કહ્યું કે, રાજકોટમાં ત્રણેય ફોરમેટના મેચ રમાઇ ચૂક્યા છે. તે સમયે એસસીએના મેઇન ક્યુરેટર પૂર્વ રણજી પ્લેયર મહેન્દ્ર રાજદેવના માર્ગદર્શન હેઠળ પીચ તૈયાર કરવામાં આવી હતી. અમે વિકેટ બનાવવા માટે સક્ષમ હોવાને કારણે જેટલા રમાયા તે કોઇ મેચની વિકેટ મુદ્દે ફરિયાદ થઇ નથી. જો કે, બોર્ડ દ્વારા શરૂ કરાયેલા આવા નિર્ણય બાદ હવે એસસીએની કોઇ જવાબદારી રહેતી નથી.

Rajkot News

Rajkot Radios