letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:19 AM
Wednesday, November 14
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટમાં વધુ એક હનિટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ સોશિયલ મીડિયા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી ચાર શખ્સો સાથે મળી યુવાનને માર મારી તેનો મોબાઇલ લૂંટી લીધો હતો અને 12 લાખની ખંડણી માંગી હતી. આથી યુવાને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તમામ આરોપીને પકડી પાડ્યા છે. યુવતીએ યુવકને રેસકોર્સના લવગાર્ડનમાં મળવા બોલાવ્યો હતો   પ્રાપ્ત વિગત મુજબ નિતુ રાવલ નામની યુવતીએ સુરેશ નામના યુવક સાથે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કેળવી રેસકોર્સના લવ ગાર્ડનમાં બોલાવ્યો હતો. સુરેશ અને નિતુ રાવલને રેસકોર્સમાં મળવા આવ્યો ત્યારે સાથે અન્ય ચાર શખ્સો આવી મારી બેનને કેમ મળવા આવ્યો છો તેમ કહી સુરેશને માર મારવા લાગ્યા હતા અને 12 લાખની ખંડણી માંગી મોબાઇલની લૂંટ ચલાવી હતી. યુવકે સાનુ, અફજલ, આસિફ, હરકિસનસિંગ અને નિમિશા સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉપરોક્ત તમામ આરોપીને પકડી પાડ્યા છે.

Rajkot News

Rajkot Radios