letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:24 AM
Saturday, December 15
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હવે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મેળવવા જઈ રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ અને વડોદરા બાદ હવે રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું નિર્માણ થશે. રાજકોટથી 27 કિલોમીટરના અંતરે 1025.5 હેક્ટર જમીન ઉપર નિર્માણ થનાર આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પહેલા તબક્કામાં 1,405 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. પ્રથમ તબક્કામાં એક રન-વે અને ટર્મિનલની સુવિધા ઊભી કરવામાં આવશે.       ઇન્ટરનેશનલ એરપોર્ટ કેવું હશે તેની માહિતી અને તસવીરો અહીં દર્શાવી છે. નવા એરપોર્ટમાં 3040 મીટર લાંબો અને 45 મીટર પહોળો સિંગલ રન-વે બનાવાશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ડો.ગુરુપ્રસાદ મહાપાત્ર જ્યારે રાજકોટ આવેલા ત્યારે તેમણે જણાવ્યું કે, જૂન-2021 સુધીમાં રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થઇ જશે. કેન્દ્ર સરકારે નવા એરપોર્ટ માટે ફાળવેલા રૂ.2500 કરોડમાંથી રૂ.1405 કરોડ રિલીઝ કરી દીધાનું પણ જાણવા મળે છે. નવા એરપોર્ટના કારણે દસ જિલ્લાના ઉદ્યોગોને અકલ્પનીય ફાયદો થનાર છે અને દેશનું સંભવત: સૌથી મોટું કાર્ગો સ્ટેશન નવા એરપોર્ટ ખાતે બનનાર હોય ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.

Rajkot News

Rajkot Radios