letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:09 AM
Thursday, January 17
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

હરિના માત્રાવાડિયા, રાજકોટઃ રાજકોટમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે સોમવારે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. હાલ અમદાવાદથી જામનગર અને અમદાવાદથી ગોંડલ અને કાલાવડ તરફથનું ટ્રાફિક ભારણ ઘટાડવા માટે રિંગ રોડ-2 બનાવવામાં આવ્યો છે. આજે મળમારી RUDA (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) એટલે કે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની બેઠકમાં રાજકોટમાં રિંગ રોડ-3ને મંજૂરી આપવામાં આવશે.81 કિલોમીટર લાંબો હશે રિંગ રોડ-3રાજકોટમાં નવો આકાર પામનારો રિંગ રોડ 81 કિલોમીટર લાંબી હશે. આ રિંગ રોડ રાજકોટની આસપાસ આવેલા 29 ગામમાંથી પસાર થશે. આ રિંગ રોડ બનતા જ શહેર તરફ આવતો ટ્રાફિક બારોબાર ડાયવર્ટ કરી શકાશે. બહારના વાહનો શહેરમાં ન પ્રવેશવાને કારણે શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાશે. જે ગામોમાંથી આ રોડ પસાર થશે તેમાંથી 19 ગામો રૂડામાં આવે છે જ્યારે 10 ગામ રૂડાની હદમાં આવેલા છે.નવો બનનારો રિંગ રોડ 90 મીટરનો પહોળો હશે. આ અંગે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે સોમવારે રૂડાના અધિકારીઓની બેઠક મળશે. નોંધનીય છે કે રાજકોટની આસપાસ આવેલા આશરે 52 જેટલા ગામોનો રૂડામાં સમાવેશ કરાયો છે

Rajkot News

Rajkot Radios