RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

આતંકી હુમલા બાદ ગુજરાતમાં પ્રથમ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા સોમવારે કલમ ૩૭(૩) મુજબનું એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જે આગામી 1 માર્ચ થી ૩૦ એપ્રિલ સુધી લાગુ કરવામાં આવશે. આગામી શિવરાત્રી , હોળી , ધૂળેટી , રામનવમી સહીતના તહેવારોને ધ્યાનમાં રાખી આ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં કોઈ સ્થળ પર 4 થી વધુ લોકો એક સાથે એકઠા થઇ શકશે નહિ અને જાહેરસભા કે સરઘસ મંજુરી વગર કરી શકશે નહિ. આ બે મહિના દરમિયાન જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાંનો ભંગ કરશે તો તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Rajkot News

Rajkot Radios