RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

વેકેશન ચાલે છે અને ગરમી ખૂબ જ છે. ફરવા જવું છે પણ બજેટ નથી અને સમય નથી. પણ ગરમીથી બચાય એવી જગ્યાએ જવું છે. ચિંતા ના કરશો, અમે તમને બતાવીશું એક એવી જગ્યા જે તમારો સમય પણ બચાવશે અને પૈસા પણ. ઓછા ખર્ચે પરિવારને એન્જોય કરાવી શક્શો અને તમારે બહુ રજા પણ નહીં લેવી પડે. આ જગ્યા આવેલી છે અમદાવાદથી માત્ર 5 કલાકના અંતરે. એટલે જો વન ડે પિકનિક કરવી હોય તો વહેલી સવારે નીકળો અને મોડી રાત્રે પાછા આવો. બે દિવસનો સમય હોય તો તમે અહીં રાત પણ રોકાઈ શકો છો. આ જગ્યા એવી છે, જ્યાં તમે કુદરતની સાથે રહી શક્શો. પક્ષી, પશુઓનો સાથ માણી શક્શો. વાત છે અમદાવાદથી 180 કિલોમીટર દૂર આવેલા હિંગોળગઢ અભયારણ્યની.

Rajkot News

Rajkot Radios