RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

આજે અમદાવાદમાં એક મહત્વની મેડિકલ ઘટના બની છે. આજે રાજકોટના બી.ટી. સવાણી હોસ્પિટલથી જય મોઢવાડિયાના નામના યુવકના હૃદયને હવાઇમાર્ગે અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે લઇ જવાયું હતું. આ ખાસ મેડિકલ ટ્રાન્સપોર્ટેશન માટે બી.ટી. સવાણી હોસ્પિટલથી રાજકોટ એરપોર્ટ સુધી લઈ જવા માટે ખાસ ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘટનાની વિગતો જોઈએ તો પોરબંદરના નિવૃત્ત સૈન્ય જવાન સાજણ મોઢવાડિયાના પુત્ર જયને બાઈકની ઠોકર વાગતાં પટકાઈ જવાથી કોમામાં જતો રહ્યો હતો અને તેને બ્રેઈન ડેડ જાહેર કરાયો હતો. જયની આ હાલત પછી તેના પિતા સાજણભાઇએ જયના ઓર્ગન ડોનેશન કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.  હવે જયના હૃદય, બે કિડની, લિવર, સ્વાદુપિંડ અને બે આંખને ટ્રાન્સપ્લાન્ટ કરીને 8 વ્યક્તિઓને જીવન આપવામાં આવશે. 

Rajkot News

Rajkot Radios