RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

ગ્રામ્ય વિસ્તારમાં ઈમરજન્સી આરોગ્ય સેવાઓ વધુ બહેતર બની શકે તે માટે રાજ્ય સરકાર નવો પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. જેને ઈન્ટેલિજન્ટ રેફરલ સિસ્ટમ(આઈઆરએસ) નામ અપાયું છે. સમગ્ર રાજ્યમાં આ સિસ્ટમ લાગુ કરતા પહેલા રાજકોટમાં પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરાશે. આ પ્રોજેક્ટનો હેતુ એમ્બ્યુલન્સને ઈમરજન્સીની સ્થિતિમાં એવી જ હોસ્પિટલમાં લઈ જવાનો છે જ્યાં જે તે દર્દીને ચોક્કસ સારવાર મળી રહે. કોઈ સુવિધા કે તબીબોની ગેરહાજરીને કારણે તેને ફરીથી ત્યાંથી શિફ્ટ કરી મોટી હોસ્પિટલમાં લઈ જવાની નોબતથી બચી શકાશે, આ દરમિયાન જે સમય જાય છે તેમાં દર્દીનું મોત થતું અટકાવી શકાશે. પાઇલટ પ્રોજેક્ટમાં ગાંધીનગર સ્થિત કોલ સેન્ટર પરથી રાજકોટ જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા મથકની સિવિલ હોસ્પિટલ તેમજ ગાયનેક હોસ્પિટલમાં ફોન જશે ત્યાં કેટલા તબીબો હાજર છે તેમજ રક્તનો સ્ટોક કેટલો છે તે નોંધી 108ના સર્વરમાં મોકલાશે અને જે તે વિસ્તારની એમ્બ્યુલન્સ અને તેના સ્ટાફને માહિતી અપાશે. જેથી એમ્બ્યુલન્સ એ હોસ્પિટલમાં જશે જ નહીં જ્યાં સુવિધા નથી તેને બદલે સીધી મોટી હોસ્પિટલ પહોંચી જશે. ઈન્ટેલિજન્ટ રેફરલ સિસ્ટમનો રાજકોટ જિલ્લામાં 1 જાન્યુઆરીથી પાઇલટ પ્રોજેક્ટ શરૂગાંધીનગરથી દરરોજ સીએચસી તેમજ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફોન કરી ત્યાં તબીબોની હાજરી તેમજ લોહીની ઉપલબ્ધતા પૂછવામાં આવશે અને તે ડેટા 108ના સર્વરમાં અપલોડ થશે તે મુજબ એમ્બ્યુલન્સ કામ કરશે ગંભીર સ્થિતિ ઊભી ન થાય એ માટે આઈઆરએસની જરૂર ઉદભવીગ્રામ્ય વિસ્તારોમાં પ્રસૂતિ માટે એમ્બ્યુલન્સનો બહોળો ઉપયોગ થાય છે. ઘણા કિસ્સાઓ એવા બન્યા છે જેમાં ગામડેથી સગર્ભાને લઈને એમ્બ્યુલન્સ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જાય છે. ત્યાં પહોંચ્યા બાદ ખબર પડે છે કે ગાયનેક અથવા મેડિકલ ઓફિસર નથી અથવા તો સગર્ભાને ચડાવવા રક્ત નથી. આ કારણે ફરીથી એમ્બ્યુલન્સ બોલાવી સગર્ભાને ખસેડાતી હતી. આવી સ્થિતિમાં રસ્તામાં જ મહિલાનું મોત થાય તેવા બનાવો રાજકોટ જિલ્લામાં બન્યા છે. જેને અટકાવવા માટે આઈઆરએસ અમલી કરવાનો નિર્ણય કરાયો છે. યોજનાથી કઈ રીતે દર્દીઓને લાભ થશેઉપલેટાના પાનેલી ગામેથી પ્રસૂતિનો કોઇ કોલ 108ને આવે તો તે સગર્ભાને લઈને ઉપલેટા પહોંચે છે. ત્યાં ગાયનેકની હાજરી છે કે નહીં તે જોવાતું નથી તેથી વળી તેને ત્યાંથી જૂનાગઢ રીફર કરાય છે તેથી ખાસ્સો સમય બગડે છે. તેને બદલે હવે ઉપલેટાના એમ્બ્યુલન્સના સ્ટાફને પહેલાથી જ ખબર હશે કે ત્યાં ગાયનેક અથવા રક્ત છે કે નહીં. પાનેલીથી ફોન આવે એટલે ઈએમટી ઉપલેટા હોસ્પિટલની સ્થિતિ પોતાના ડેટાબેઝમાં જોશે …

Rajkot News

Rajkot Radios