letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
3:10 AM
Tuesday, January 21
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસ ભવને ઇતિહાસના અભ્યાસક્રમમાં ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. વિદ્યાર્થીઓમાં દેશદાઝની ભાવના વધે અને તેને કોમ્પિટિટિવ પરીક્ષામાં ઉપયોગી થાય તે માટે આગામી નવેમ્બર-2020થી એમ.એ.સેમેસ્ટર-4માં વિદ્યાર્થીઓને ભારતે આઝાદી પછી લડેલા ત્રણ યુદ્ધ અને સ્વાતંત્ર સેનાનીઓની શૌર્યગાથાના પાઠ ભણાવવા નવો અભ્યાસક્રમ ઘડવામાં આવ્યો છે. ચોથા સેમમાં ભણાવવામાં આવશેદેશની અન્ય યુનિવર્સિટીઓ પણ પ્રેરણા લઇ શકે તેવું કાર્ય કરનારા ઇતિહાસ ભવનના વડા ડો.પ્રફુલ્લાબેન રાવલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી એમ.એ.માં આઝાદી પૂર્વનો ઇતિહાસ જ ‘હિસ્ટ્રી ઓફ ફ્રીડમ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા’ભણાવવામાં આવતો હતો, પરંતુ આગામી શૈક્ષણિક વર્ષ 2020-21માં નવેમ્બર માસથી ચોથા સેમ.માં 1947થી 2000 સુધીનો ભારતનો ઇતિહાસ ભણાવવામાં આવશે. જેમાં ભારત-પાકિસ્તાન યુદ્ધ, ભારત-ચીન વચ્ચેનું યુદ્ધ અને કારગિલ યુદ્ધના પાઠ ભણાવવામાં આવશે. જેમાં ભારતની વ્યૂહરચના, ભારતના જવાનોની બહાદૂરી સહિતની બાબતો ભણાવવામાં આવશે. જાંબાઝ સ્વાતંત્ર સેનાનીઓના પાઠ ભણાવાશેઆ ઉપરાંત ભારતના સ્વાતંત્ર સેનાનીઓની ઉપરછલ્લી વાતો જ અત્યાર સુધી ઇતિહાસમાં ભણાવવામાં આવતી હતી તેના બદલે હવેથી દેશ માટે જાનની આહુતિ દેનારા જાંબાઝ સ્વાતંત્ર સેનાનીઓ શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, ઉધમસિંહના પાઠ ભણાવવામાં આવશે તેમજ દેશ બહાર રહીને સ્વાતંત્ર માટે લડત ચલાવનારા સરદારસિંહ રાણા, શ્યામજી કૃષ્ણવર્મા, ભીખાઇજી કામા, બટુકેશ્વર દત્ત, અરવિંદ ઘોષ સહિતના પાઠ ભણાવવામાં આવશે. ઇતિહાસના વિષયમાં કરાયેલા આ ફેરફારથી વિદ્યાર્થીઓમાં દેશદાઝની ભાવના તો વધશે જ પણ તેમને આ નવો અભ્યાસક્રમ યુપીએસસી, જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી થશે. 1907ના નરમ દળ અને ઉગ્ર દળના ઇતિહાસનો પણ સમાવેશએમ.એ. સેમેસ્ટર-4માં 1907ના નરમ દળ અને ઉગ્ર દળના સ્વાતંત્ર સેનાનીઓનો ઇતિહાસ પણ સમાવવામાં આવ્યો છે. જેમાં નરમ દળના ગોપાલકૃષ્ણ ગોખલે અને સુરેન્દ્રનાથ બેનરજી જેવા ક્રાંતિકારીઓ અને ઉગ્ર દળના ‘લાલ,બાલ અને પાલ’ની ત્રિપુટીનો ઇતિહાસ એટલે કે લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને બિપીનચંદ્ર પાલની કામગીરી અને તેની વિચારસરણીના પાઠ પણ ભણાવવામાં આવશે. હિસ્ટ્રી ઓફ હેરિટેજ પ્લેસિસ ઇન ઇન્ડિયાનો સેમેસ્ટર-2માં સમાવેશએમ.એ. સેમેસ્ટર-2માં ભારતના બંધારણીય ઇતિહાસના ઓપ્શનમાં હિસ્ટ્રી ઓફ હેરિટેજ પ્લેસિસ ઇન ઇન્ડિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તે આ વર્ષથી ભણાવવાનો શરૂ કરાયો છે. જેમાં ભારતના 16 હેરિટેજ પ્લેસનો સમાવેશ કરાયો છે.

Rajkot News

Rajkot Radios