letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:23 AM
Thursday, January 23
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

ભારતના ભાવિ નાગરિકોમાં રાષ્ટ્રીયતાના સંસ્કારનું સિંચન કરવા ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં ગુરુવારે લો એન્ડ જસ્ટિસ વિભાગના કેન્દ્રીય જોઈન્ટ સેક્રેટરી જી.આર.રાઘવેન્દ્રએ એ માન્યતાનું ખંડન કરતા જણાવ્યું હતું કે, આપણું સંવિધાન વિદેશના સંવિધાનની નકલ નથી. તેમણે રાષ્ટ્રભરના કાયદાના અભ્યાસુઓએ યુ.કે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, રશિયાના સંવિધાનમાંથી સારી બાબતો લીધી છે, પરંતુ મૂળભૂતપણે સંવિધાન ભારતની પ્રાચીન સભ્યતા આધારિત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હવે વધતી ગુનાખોરીના ઝડપી ન્યાય માટે 1020 ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરવા રાજ્યોને 60 ટકા ભંડોળ ફાળવી આપવામાં આવ્યું છે. જે પૈકી 790 કોર્ટ શરૂ થઇ ગઈ છે. ફિંગરપ્રિન્ટને સ્થાને હવે DNA ફિંગરપ્રિન્ટ વ્યવસ્થા આવશે: ડૉ. રાકેશ મિશ્રાહૈદરાબાદ સ્થિત વૈજ્ઞાનિક સંસ્થા સીસીએમના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. રાકેશ મિશ્રાએ સેન્ટર ફોર સેલ્યુલર માઈક્રોબાયોલોજીના કાર્યો વિશેની જાણકારી આપતા કહ્યું કે, સમયને અનુરૂપ જનસમૂહના આરોગ્ય જાળવણીથી માંડીને ગુનાખોરી નિવારણમાં સહાયરૂપ વિવિધ કામગીરી કરાશે. વધુમાં તેમણે જણાવ્યું કે, સામાન્ય ફિંગરપ્રિન્ટના બદલે હવે ડીએનએ ફિંગરપ્રિન્ટના કાર્યને સફળતા મળી રહી છે અને કોર્ટમાં તેને પુરાવા રૂપે માન્ય કરેલ છે.

Rajkot News

Rajkot Radios