RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસે લગ્નની લાલચે પૈસા પડાવતી નાગપુરની ગેંગને ઝડપી પાડી છે. એક યુવાને નાગપુરની યુવતી સાથે લગ્ન કર્યા બાદ ચાર દિવસ બાદ યુવતી યુવાનના ઘરમાં ધાપ મારી ફરાર થઇ ગઇ હતી.  રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં જંકશન પ્લોટમાં રહેતા એક યુવાને ચાર દિવસ પૂર્વે નાગપુરની છોકરી સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન કર્યાનાં ત્રણ દિવસમાં જ યુવતી રોકડ દાગીના મોબાઇલ સહિતની વસ્તુઓ લઈ નાસી ગઈ હતી. જે બાદ યુવાનના પરિવારજનોએ યુવતીની ભાળ મેળવવા અનેક કોશિષ કરી હતી. જો કે તેમાં તેમને સફળતા હાથ લાગી ન હતી. જેથી પોલીસ અને સામાજિક કાર્યકરે નાસી ગયેલી લૂંટેરી દુલ્હન ને પકડી પાડવા છટકું ગોઠવ્યું હતું. લૂંટેરી દુલ્હન ફરી એક વખત નવા યુવક સાથે કોર્ટમાં લગ્ન કરવા આવતાં પોલીસે તેને ઝડપી પાડી છે. તો સાથે જ અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી મહારાષ્ટ્ર રવાના પણ કરી છે. પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે આ પ્રકારે જો આ ટોળકીનો કોઈ ભોગ બન્યું હોય તો તે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવે.   

Rajkot News

Rajkot Radios