RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટવાસીઓ તેમની બપોરે સૂઈ જવાની ટેવ માટે જાણીતા છે. દાયકાઓથી રાજકોટમાં આ પ્રથા ચાલતી આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં આ પ્રથાને તિલાંજલી આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. વેપારીઓ બપોરે સુવાના બદલે દુકાનો ખુલ્લી રાખે એ માટે 1995માં ‘સમય કો બદલ ડાલો’ ઝુંબેશ શરૂ થઈ હતી. જેમાં માત્ર 1000 વેપારીઓ જોડાયા હતા. આજે વેપારીઓનો અભિગમ બદલાયો છે. શહેરની ઘણી બજારો હવે બપોરે પણ ખુલ્લી રહે છે પણ બપોરે 1થી 4માં લોકો ખરીદી કરવાનું ટાળે છે. આરબીએના પૂર્વ પ્રમુખ હિતેષ બગડાઈએ કહ્યું હતું કે, બિઝનેસ 1થી 4 બંધ રાખવાથી ગ્રાહકો બીજો ડાઇવર્ટ થતા હતા. આ ઉપરાંત વ્યવસાય સ્થળ અને ઘર વચ્ચે અંતર વધી જવાથી પણ પરિવર્તન આવ્યું છે. ઉનાળામાં અસહ્ય ગરમીના લીધે બપોરે ઉંઘવાની પ્રથા શરૂ થઈ હતીઊંઘ માટે જાગૃતિનું કામ કરતી વૈશ્વિક સંસ્થા સ્લીપ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર જે દેશોમાં ઉનાળામાં આકરી ગરમી હોય છે ત્યાં બપોરે સુવાની પ્રથા છે. રાજકોટની વાત કરીએ તો વર્ષો પહેલા સૌરાષ્ટ્રભરમાં ખેતી જ મુખ્ય વ્યવસાય હતો ઉનાળામાં પડતા ભીષણ તડકા તેમજ પાણીની અછતને કારણે લોકોએ તડકે પરેશાન થવાને બદલે આરામ કરવાનો જ નિર્ણય લીધો હતો જે હજુ બરકરાર છે. ચીનમાં બપોરની ઉંઘ બંધારણીય અધિકારચીનમાં કામદારો ટેબલ પર જ માથું ટેકવીને 20 મિનિટ જેટલી ઊંઘ ખેંચી લે છે તેમજ આ ઊંઘ તેમનો બંધારણીય હક પણ છે. ઈટલીમાં બપોરની ઊંઘને રિપોસો કહે છે જે સમય 1.30થી 4 વાગ્યાનો હોય છે. ‘હવે આખો ટ્રેન્ડ બદલાયો, બધી બજારો ખુલ્લી રહે છે’ હવે બપોરે 1થી 4 દુકાન બંધ રાખવાનો ટ્રેન્ડ બદલાયો છે. બધી બજારો રાબેતા મુજબ ખુલ્લી રહે છે. નવી પેઢી જ્યારથી વેપાર ઉદ્યોગમાં જોડાઈ છે ત્યારથી પરિવર્તન આવ્યું છે. - વી.પી.વૈષ્ણવ, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ વામકુક્ષિ આરોગ્ય માટે ફાયદાકારકવામકુક્ષિ એટલે ડાબે પડખે આડા પડવું એ સંસ્કૃત શબ્દ છે. આયુર્વેદ મુજબ બપોરના ભોજન પછીના સમયમાં અડધો કલાક જેટલા સમય માટે આડા પડવું તેને વામકુક્ષી કહેવાય છે. જમ્યા પછી હોજરીને વધારે રક્તની જરૂર પડે છે. વામકુક્ષિ કરવાથી હોજરીને જોઇતા પ્રમાણમાં રક્ત મળી રહે છે તેમ જ પાચક રસો પણ ઝરે છે. એટલું જ નહીં વામકુક્ષિથી મગજને પણ આરામ મળે છે.

Rajkot News

Rajkot Radios