RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

કોરાના વાઇરસને લઇને દેશમાં દહેશત જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના જાણિતા લોકગાયક કિર્તીદાન ગઢવીની અમેરિકા ટૂર રદ કરવામાં આવી છે. 20 દિવસ દરમિયાન 8 કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. પરંતુ કોરોના વાઇરસને કારણે આ ટૂર રદ કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ જાહેર કાર્યક્રમો 31 માર્ચ સુધી રદ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. હિન્દી અને ફિઝીક્સના સેમિનાર પણ રદ કરાયા છે. 31 માર્ચ બાદ સરકારની સૂચના અનુસાર કાર્યક્રમો યોજાશે. જામનગરમાં અમદાવાદના 49 વર્ષીય પ્રૌઢને કોરોના વાઇરસ શંકાસ્પદ જણાતા જીજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. તેઓ કેન્યા-શારજહાથી આવ્યા હતા. તેમના લોહીના નમૂના લઇ પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. આજે એટલાન્ટામાં જ પ્રોગ્રામ હતો: કિર્તીદાન ગઢવી કિર્તીદાન ગઢવીએ DivyBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસને કારણે અમેરિકા ટૂર રદ કરી છે. અમેરિકામાં મારા 8 કાર્યક્રમો હતો. આજે જ એટલે 14 માર્ચે એટલાન્ટામાં મારો કાર્યક્રમ હતો. કોરોના વાઇરસનો જલ્દીથી અંત આવે અને ફરી જનજીવન શરૂ થાય તેવી મારી પ્રાર્થના છે.

Rajkot News

Rajkot Radios