RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

મા-બાપ બાળકની દરેક ઈચ્છા પૂરી કરે છે પણ કેટલીક ઈચ્છા પૂરી કરવી માતા-પિતા માટે અસંભવ બની જાય છે, પરંતુ આજે ફાધર્સ ડે નિમિત્તે એવા પિતાની વાત કરવી છે જેણે પોતાની દીકરીની એક ઈચ્છા માટે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ડોલ્સ મ્યુઝિયમ બનાવી દીધું. દીપકભાઈ અગ્રવાલ પરિવાર સાથે વર્ષો પહેલા ચારધામની જાત્રાએ ગયા હતા. એ સમયે તેમણે ૩ વર્ષની દીકરીને કહેલું કે તને દિલ્હીનું ડોલ્સ મ્યુઝિયમ જોવા લઇ જઈશ. દીકરી ખુશ થઇ ગઈ, બધે ફરીને દિલ્હી પહોંચ્યા ત્યાં સોમવાર હોવાને કારણે મ્યુઝિયમ બંધ હતું, દીકરી નારાજ થઇ, પપ્પાને કહ્યું તમે ખોટું બોલ્યા આ મ્યુઝિયમ તો બંધ છે ત્યારે દીપકભાઈએ કહેલું કે આપણે રાજકોટમાં ઢીંગલીઓનું મ્યુઝિયમ બનાવીશું. પિતાએ ઢીંગલી માટે 1 લાખ મેઇલ કર્યાંત્યારે તે વાત પૂરી થયા બાદ ચારેક મહિના પછી દીકરીએ યાદ કરાવ્યું કે મારું ઢીંગલીઓનું મ્યુઝિયમ ક્યા? ત્યારબાદ દીપકભાઈએ રોટરી સંસ્થામાં ઢીંગલીઓનું મ્યુઝિયમ બનાવવાની વાત કરી, લોકોએ કહ્યું આ તો અસંભવ છે. દીપકભાઈ કહે છે કે એ સમયે મે દુનિયાની 12 જુદી જુદી રોટરી સંસ્થાઓમાં ઈ-મેલ કર્યો, જેમાંથી એક સંસ્થાનો રિપ્લે આવ્યો અને તેણે ઢીંગલીઓ પણ મોકલી. ઉત્સાહ વધ્યો એટલે વધુને વધુ દેશોને લગભગ 1 લાખ વ્યક્તિગત ઈ-મેલ કર્યા. ઢીંગલીઓ આવવાની શરૂ થઇ પરંતુ ક્યા રાખવી એ પ્રશ્ન હતો. ત્યારે અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટે 9 હજાર સ્ક્વેરફીટ જગ્યા આપી અને 2004માં ડોલ્સ મ્યુઝિયમની સ્થાપના થઇ. આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે દુનિયાનું પહેલું મ્યુઝિયમ છે કે જે કોઈ રાજા, નિઝામ કે સરકારે નહીં પણ એક પિતાએ તેની દીકરી માટે બનાવ્યું છે. અહીં 108 દેશની 800થી વધુ બ્યુટીફુલ ઢીંગલીઓ છે. દીપકભાઈ અને તેમના પત્ની મીનાક્ષીબેન કહે છે ડોલ્સ મ્યુઝિયમ અમારું ત્રીજું બાળક છે.

Rajkot News

Rajkot Radios