letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:48 PM
Wednesday, August 5
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સરકારે વીજ ગ્રાહકોને 100 યુનિટ માફી આપવાની જાહેરાત કર્યા બાદ દિવસો સુધી અમલી નહીં થતા લોકોના દિમાગમાં પણ ક્યારે 100 યુનિટ બાદ મળશે તે પ્રશ્ન સતત થઇ રહ્યો છે. ત્યારે પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડના કાર્યક્ષેત્ર હેઠળ આવતા જે વીજ ગ્રાહકનો માસિક વીજ વપરાશ 200 યુનિટ કે તેથી ઓછો છે તેને 100 યુનિટ બાદ મળશે. આ ગણતરી રહેણાક વીજ ગ્રાહકોના લોકડાઉન પહેલાનું છેલ્લું મીટર રીડિંગ અને લોકડાઉન પછીનું પ્રથમ મીટર રીડિંગના તફાવતને પ્રતિદિન વીજ વપરાશમાં ગણતરી કરીને જો માસિક વીજ વપરાશ 200 યુનિટથી ઓછો હશે તો 100 યુનિટનો લાભ મળવાપાત્ર થશે. જે ગ્રાહકોને માસિક વીજ વપરાશ 100 યુનિટથી પણ ઓછો હશે તેવા કિસ્સામાં જેટલા યુનિટ વપરાશ હશે તેટલા યુનિટ માફ મળશે. પીજીવીસીએલ દ્વારા મે માસ સુધીનું બિલિંગ મોટેભાગે દરેક ગ્રાહકોને કરી દેવાયું છે. હવે પછીનું બિલિંગ એટલે કે જૂન-જુલાઈનું જે બિલિંગ જુલાઈના અંતમાં કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં થશે તે મહિનામાં વીજ ગ્રાહકોને 100 યુનિટ બાદ મળશે. વીજ ગ્રાહકને 100 યુનિટ એટલે કે એવરેજ રૂ. 500 જેટલો ફાયદો થશે.

Rajkot News

Rajkot Radios