RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજ્ય સરકારે રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તે માટે મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા ગાંધીનગરથી ઉપલબ્ધ કરાવી છે. વર્ષ 2020-2021 થી 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજનાનું અમલીકરણ થનાર છે. સમગ્ર રાજ્યમાં કુલ 108 પૈકી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ અને ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે એક મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી કરવામાં આવી છે જેનું લોકાર્પણ પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે 25 જૂને સવારે 10 કલાકે જિલ્લા પંચાયત ચોક, જિલ્લા પંચાયત, રાજકોટ કરવામાં આવશે. આગામી દિવસોમાં રાજકોટ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા મળશે. રાજકોટ જિલ્લામાં 80 હજારથી વધુ પશુપાલકોને લાભ થશે.

Rajkot News

Rajkot Radios