RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

શહેરના નવા બસપોર્ટમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જવા માટે એસ.ટી બસો દોડી રહી છે. પ્રથમ તબક્કામાં 8 પ્લેટફોર્મની 301 બસોનું સ્થળાંતર કર્યા પછી તારીખ 27ને શનિવારથી વધુ 210 બસોનું બીજા તબક્કાનું સ્થળાંતર કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી અને ભુજ સહિતના કેટલાક જિલ્લાઓના રૂટની બસ શનિવારથી શાસ્ત્રીમેદાનને બદલે નવા બસપોર્ટ ખાતેથી ઉપડશે. આજથી સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના રૂટ અને સૌરાષ્ટ્ર સિવાયના રૂટ નવા બસપોર્ટથી ઓપરેટ કરાશે. રાજકોટ ડિવિઝન દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં પણ જણાવાયું છે કે નવા બસપોર્ટમાં બસ પાર્કિંગની જગ્યા જોતા હાલના શાસ્ત્રીમેદાન સ્થિત હંગામી બસ સ્ટેશનના 22 પ્લેટફોર્મ પૈકી 14 જ પ્લેટફોર્મ બસપોર્ટમાં તબદીલ કરી શકાય તેમ છે. બાકીના 15થી 22 નંબરના પ્લેટફોર્મ હજુ શાસ્ત્રીમેદાન ખાતેથી જ સંચાલિત કરાશે. આ ઉપરાંત બસની સંખ્યા વધતા હવે નવા બસપોર્ટમાં એકસાથે વધુ બસો ભેગી થાય તો ટ્રાફિક ન થાય તે અટકાવવાનો પડકાર પણ એસ.ટી તંત્ર માટે રહેશે.

Rajkot News

Rajkot Radios