letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:07 PM
Thursday, October 1
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

કોવિડ-19 સંક્રમણ પછીની બદલાતી વૈશ્વિક આર્થિક સ્થિતિનો મહત્તમ લાભ લઇ આફતને અવસરમાં પલટાવવાનો લઘુ-મધ્યમ અને એમએસએમઇ ઉદ્યોગોને મુખ્યમંત્રીએ આહવાન આપ્યું હતું અને આ આહવાનને પડકાર સમજીને ઉપાડી લેનારા રાજકોટના 851 સહિત રાજ્યના 13000 એકમોને રૂ.1369 કરોડની આર્થિક સહાય એક જ કલીકથી ગાંધીનગર બેઠા-બેઠા ઉદ્યોગકારોના ખાતામાં ડીબીટીથી જમા કરાવવાની પહેલનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી. મોરીએ જણાવ્યું હતુ કે મુખ્યમંત્રીએ શુક્રવારે સવારે તમામ જિલ્લાના ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર, એન્જિનિયરિંગ એસોસિએશન સહિતના વિવિધ ઉદ્યોગ-વેપારના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી જેમાં કોરોના-કોરોના કરીને બેસી રહેવાના બદલે કોરોના સાથે કોરોના સામે જંગ આદરીને કોરોનાને હરાવવા આપણે સતર્કતા સાવચેતી સાથે વેપાર, ઉદ્યોગ ધંધા-રોજગારને પહેલા કરતા પણ વધુ તેજ ગતિ, વધુ ઉત્પાદન, વધુ સારી ગુણવત્તા સાથે આગળ ધપાવી વિકાસની રફતારને નવી ગતિ આપવી છે. મુખ્યમંત્રીએ રાજકોટના 851 એકમોને રૂ.43.61 કરોડની આર્થિક સહાય કરી હતી જ્યારે બાકીના 585 નાની લોનના લાભાર્થીઓને રૂ.3 કરોડ મળી કુલ રૂ.46.61 કરોડની આર્થિક સહાય આપી હતી. 

Rajkot News

Rajkot Radios