letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:52 AM
Tuesday, October 23
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

શહેરમાં આવરા તત્વોની રંજાડ દિવસેને દિવસે વધતી જાય છે તો બીજી તરફ આવા રોમિયોગીરી કરતા લુખ્ખાઓની ખો ભૂલાવા પોલીસ સાદા ડ્રેસમાં પેટ્રોલિંગ કરી રહી છે. ભક્તિનગર વિસ્તારમાં આવેલા બગીચામા સવાર સાંજ મહિલાઓ અને યુવતીઓ વોકિંગ કરવા આવતા હોય છે ત્યારે લુખ્ખાઓના ત્યાં અડ્ડા જામે છે અને યેનકેન પ્રકારે છેડતી કરતા રહેતા હોય છે. આવા રોમિયો ભક્તિનગર પોલીસના હાથે ચડી ગયા હતા અને તેને ઝડપી જાહેરમાં જ ઉઠબેસ કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. મોર્નિંગ અને ઇવનિંગ વોક દરમિયાન રસ્તા પર કે બગીચાઓની આસપાસ લુખ્ખાઓ અડ્ડો જમાવી છેડતી કરશે તો તેના માટે પોલીસ સિવિલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરી રહી છે અને આવા લોકો ઝડપાશે તો જાહેરમાં જ કાયદાનું ભાન કરાવવામાં આવશે.

Rajkot News

Rajkot Radios