letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
4:12 PM
Thursday, February 25
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થવાનો છે. ત્યારે ગઈકાલ બપોરથી રાજ્યના ચૂંટણી પંચ અને પોલીસ અધિકારીઓ મતદત ગણતરીના સ્થળ પર સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થા માટે પહોંચ્યા છે. આજે વહેલી સવારથી મતગણતરી અધિકારી તેમજ રાજકીય પક્ષોના આગેવાનો સ્થળ પર આવી પહોંચ્યા છે. જ્યારે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો મતગણતરી સ્થળની બહાર ધીમે ધીમે આવી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરેરાશ 46 ટકા મતદાન થયું હતું. જેની આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. 6 મનપાના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના કુલ 144 વોર્ડના 575 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે. 6 મનપાના કુલ 144 વોર્ડમાં 576 બેઠકો માટે હવે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને 226 અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.

Rajkot News

Rajkot Radios