letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:34 PM
Thursday, April 15
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

આજથી ગુજરાત સહિત દેશભરમાં 45થી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાનું કામ શરૂ થશે. આરોગ્ય વિભાગના ટાર્ગેટ પ્રમાણે, ગુજરાતમાં હાલ અંદાજે 2 લાખ લોકોને રોજ વેક્સિન અપાઈ રહી છે. જો આ જ સ્પીડે વેક્સિન આપવાનું કામ ચાલુ રહ્યું તો નવરાત્રિ પહેલાં સપ્ટેમ્બર મહિનાના પહેલા વિકમાં ગુજરાતની 18 વર્ષથી વધુની ઉંમરની તમામ 4.48 કરોડ વસતિને વેક્સિન અપાઈ ચૂકી હશે. આધાર કાર્ડના ડેટા મુજબ ગુજરાતની હાલની 6.48 કરોડની વસ્તીના 70 ટકાને વેક્સિન અપાઈ ગઈ હશે. ગુજરાતમાં વેક્સિનેશનની ડ્રાઈવ કેવી રીતે કામ કરશે?ગુજરાતમાં વેક્સિનેશન ડ્રાઈવ અંગે આરોગ્ય વિભાગના કમિશનર જયપ્રકાશ શિવહરે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ અંદાજે 2 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જેને આગામી દિવસોમાં વધારીને રોજની 2.50 લાખથી વધુને રસી આપવામાં આવશે.'' આરોગ્ય વિભાગના કમિશનર શિવહરેની વાત સાચી માનીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 54.67 લાખ લોકોને મિનિમમ એક ડોઝ આપવામાં આવ્યો છે. જે રાજ્યમાં નોંધાયેલા કુલ 4.48 કરોડ મતદારોના 12.20 ટકા થવા જાય છે. 30 એપ્રિલ સુધીમાં વધુ 75 લાખ લોકોને મિનિમમ એક ડોઝ આપવાનો લક્ષ્યાંક છે. આમ એપ્રિલના અંત સુધીમાં કુલ 1.30 કરોડ લોકોને મિનિમમ એક ડોઝ અપાઈ ચૂક્યો છે. જે 18 વર્ષની ઉંમરથી વધુની વસ્તીના 29 ટકા થવા જાય છે. જ્યારે કુલ વસ્તી 6.48 કરોડના 20 ટકા લોકોને રસી અચાઈ ચૂકી હશે.

Rajkot News

Rajkot Radios