letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:02 AM
Saturday, April 20
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટના ઢેબર રોડ પર આવેલા નારાયણનગર-12માં રહેતાં ખોડિયાર ટ્રાવેલ્સના સંચાલક ભોલુગીરી ભાણગીરી ગોસ્વામીએ સુરતના ઇર્શાદ કાળુભાઇ પઠાણ અને હોશાંગ વાય ભગવાગર સાથે મળી ટ્રાવેલ્સ બસની હયાતી ન હોવા છતાં માત્ર એન્જિન-ચેસીસ નંબર ઉભા કરી બોગસ આરસી બુકો બનાવી હતી. જેના આધારે રાજકોટ, અમદાવાદ, વડોદરાની ખાનગી બેંકો, ફાયનાન્સ પેઢીઓમાંથી રૂ. 4 કરોડ 6 લાખ 20 હજારની 28 લોન લઇ બાદમાં બેંકને લોન ભરપાય ન કરી કૌભાંડ આચર્યું હતું. જેનો પર્દાફાશ શહેર SOGની ટીમે કર્યો છે. આ મામલે પોલીસે ભોલુગીરીને ગોસ્વામીને ઝડપી લીધો છે. જ્યારે સુરતના એક શખ્સનો જેલમાંથી કબ્જો મેળવવા તથા અન્ય આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

Rajkot News

Rajkot Radios