letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:30 AM
Thursday, October 18
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરતમાં એક બિલ્ડરે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. કતારગામ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશનની સામે પટેલ પાર્ક કોમ્પલેક્સમાં આવેલી પોતાની ઓફિસમાં જ બિલ્ડરે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.કતારગામ વિસ્તારમાં આવેલા આંબા તલાવડી રામકથા રોડ પર આવેલી રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા નાગજીભાઈ પરષોતમભાઈ ધામેલીયા બિલ્ડીંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં. તેઓએ આજે ઘરેથી નીકળી કતારગામ વિસ્તારમાં ફાયર સ્ટેશન સામેની પટેલ પાર્ક કોમ્પલેક્સમાં આવેલી નેસ્ટ બિલ્ડકોન અને પાર્થ કન્ટ્રક્શન નામની ઓફિસમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, પ્રાથમિક તબક્કે એવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે,દેવું વધી જતાં તેમણે આ પગલું ભર્યું હોય શકે છે.

Surat News

Surat Radios