letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:56 AM
Wednesday, November 14
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ધર્મના નામે ધતિંગ કરતા સાધુની શૈતાનીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કતારગામ ડભોલી ચાર રસ્તા પાસે વડતાલ સંપ્રદાયના સ્વામીનારાયણ મંદિરના 24 વર્ષના રસોડું સંભાળતા સાધુએ મંગળવારે પૈસાની મદદના બહાને 20 વર્ષની યુવતી પર રેપ કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. યુવતીના પિતા હાર્ટના પેશેન્ટ છે અને માતાની આંગળીમાં ફ્રેક્ચર હોવાથી પૈસાની જરૂર હતી. 15 દિવસ પહેલા પણ યુવતી સાધુ પાસે આવી હતી તે વખતે પણ સાધુ તેને હવસનો શિકાર બનાવી હતી. ડભોલી સ્વામીનારાયણ મંદિરની બાજુમાં સાધુઓ માટે રહેવા માટે રૂમો બનાવી છે. રસોડું સંભાળતા સાધુએ મંગળવારે યુવતીને ત્યાં પૈસા લેવા માટે બોલાવી હતી. બપોરના સમયે મંદિરમાં કોઈ ન હોય એવા સમયે બોલાવી હવસ સંતોષી હતી. 15 દિવસ અગાઉ પણ તેને દુષ્કર્મ કર્યું હતું. બબ્બેવાર રેપ કરતા આખરે કંટાળેલી યુવતીએ આ ઘટનાની તેના પિતાને વાત કરી હતી. જેથી તેઓ ત્યાં દોડી આવ્યા હતા.

Surat News

Surat Radios