letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:31 AM
Saturday, December 15
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ગુજરાતમાં દિવાળી વેકેશન પુરુ થઇ ગયું છે ત્યારે દરેક નાની મોટી શાળાઓ શરૂ થઇ ગઇ છે. પરંતુ સુરતની કેટલીક શાળાઓ શરૂ ન થતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવી ખાનગી સ્કૂલોને નોટિસ ફટકારી છે. અને શાળાઓ ન શરૂ કરવા માટેનો લેખીતમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ સુરતમાં 164 કેમ્પસમાં આવેલી 350થી વધુ સ્કૂલોને નોટીસ ફટકારી છે. વેકેશન મુદ્દે સુરતની 164 ખાનગી શાળાઓ શિક્ષણ બોર્ડ સામે પડી હતી.શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવરાત્રિ વેકેશનનો સુરતની શાળાઓએ બહિષ્કાર કર્યો હતો. નવરાત્રિમાં શિક્ષણકાર્ય ધમધમતુંરાખનારી ખાનગી શાળાઓએ 13ની જગ્યાએ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા 19મીથી બીજું સત્ર શરૂ કરી દેવાના આદેશ સામે સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નેજા હેઠળની ખાનગી શાળાઓએ 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન આપ્યું છે.

Surat News

Surat Radios