letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
5:43 AM
Saturday, December 15
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

21મી સદીમાં આજે પણ લોકોના મનમાં અંધશ્રદ્ધા ઘર કરી ગઇ હોવાના અનેક કિસ્સા છાસવારે બનતા રહે છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. જેમાં એક પિતા પોતાના બે વર્ષના મૃત દીકરાને જીવતો કરવા માટે મંદિર લઇ ગયા હતો. ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરેલા દીકરાને પીએમ માટે લઇ જવાના બદલે માતાજીના મંદિરે લઇને દોડ્યા હતા. પુત્ર પ્રેમમાં આંધળા બનેલા પિતાને જ્યારે પુત્ર મૃત હોવાનો અહેસાસ થતાં તેઓ ડેથ સર્ટિફિકેટ લેવા માટે ફરીથી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો.મળતી માહિતી પ્રમાણે સુરતની નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે પાંડેસરામાં ન્યુ હરિધામ સોસાયટી ખાતે રહેતા જિતેન્દ્રભાઇ નાયક કાપડ વેચવાનું કામ કરે છે. મુળ યુપી-અલીગઢના વતની જિતેન્દ્રભાઇના બે દીકરા પૈકી ૨ વર્ષનો પુત્ર પિયુષ ગત તા.૨૬મીએ બપોરે ઘરના પહેલાં માળે રમતા-રમતા પડી ગયો હતો. માથા અને જમણા પગે ઇજા થતા તેને સારવારાર્થે સિવિલના ઇ-૨ વોર્ડમાં દાખલ કરાયો હતો, જ્યાં આજે સવારે પિયુષનું મોત થયું હતુ. તબીબોએ બાળકને મૃત ઘોષિત કર્યા બાદ પોસ્ટમોર્ટ્મ માટે મૃતદેહને પીએમ રૃમમાં લઇ જવા પરિવારજનોને જણાવ્યું હતુ.

Surat News

Surat Radios