SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

 દેશમાં લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે મેડીકલ એન્જીનીયરીંગ કે અન્ય ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પરીક્ષા આપે છે. NEET અને JEE જેવી પરીક્ષામાં ઉતીર્ણ થાય તો તેને એક સિદ્ધિ ગણવામાં આવે છે. પરંતુ એક સાથે આવી અનેક પરીક્ષા પાસ કરનાર માંડ લાખોમાં એકાદ હોય છે. અને તે સુરતની 18 વર્ષની સ્તુતિ ખાંડવાલાનું નામ આ મહાસિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓમાં સામેલ થાય છે. નેશનલ કક્ષાની એન્જીનિયરિંગ કે મેડિકલ જેવી બે પરીક્ષા એક વિદ્યાર્થી માટે આપવુ અને તેમાં સારા માર્ક્સથી ઉત્તીર્ણ થવુંએ ખૂબ જ રેર કહી શકાય. પરંતું સુરતની દીકરીએ અશક્યને શક્ય બનાવી દીધુ છે. સુરતની આ અત્યંત તેજસ્વી વિદ્યાર્થીની સ્તુતિ ખાંડવાલાએ જેઈઈ મેઈન ઉપરાંત નીટ, એમબીબીએસ તથા એઈમ્સ એમબીબીએસ એમ વિવિધ પ્રવેશ મેરીટમાં સ્થાન મેળવીને અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. અસાધારણ બાબત એ છે કે, દેશની કોઈપણ ટોચની કોલેજમાં તેને પ્રવેશ મળી જાય તેમ છે. છતાં તે અભ્યાસ માટે વિદેશ જશે. સ્તુતિ ખાંડવાલા રાજસ્થાન CBSC બોર્ડના વિજ્ઞાનપ્રવાહમાં 98.8 ટકા માર્કસ મેળવી રાજ્યમાં ટોપ કર્યું હતું.

Surat News

Surat Radios