letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:18 AM
Monday, December 16
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

પબ્લિક બાયસીકલ શેરિંગ સિસ્ટમ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં 35 સ્ટેન્ડ તૈયાર થઇ ગયા છે. લોકોમાં જાગૃતિ આવે એ માટે પ્રથમ 30 મિનિટ ફ્રી રાખવામાં આવી છે, ત્યાર બાદ 60 મિનિટના પાંચ રૂપિયા, 120 મિનિટના 10 અને 8 કલાકના 350 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. એકાઉન્ટ બનાવ્યા બાદ 300 રૂપિયા ડિપોઝિટ પેટે એપ્લિકેશન દ્વારા જમા કરાવવાના રહેશે.બાયસીકલ શેરિંગ પ્રોજેક્ટ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. એક વર્ષ બાદ હજી પ્રથમ ફેઝ સુધ્ધાં પૂરો કરી શકાયો નથી ત્યારે પાલિકા નવાં 35 સાઇકલ-સ્ટેન્ડ તૈયાર કર્યા છે અને તે માટે 380 બાયસીકલ પણ આવી ગઈ છે. આગામી પખવાડિયામાં આ સ્ટેન્ડ્સ પરની સાઇકલો સેન્ટ્રલ ઝોનથી લઈ અઠવા ઝોન વિસ્તારમાં એટલે કે ચોક, મક્કાઈ પુલ, અઠવાગેટ, પાર્લે પોઇન્ટ, એસવીએનઆઈટી, પીપલોદ, વાય જંક્શન એમ ચોકથી લઈ સુરત-ડુમસ રોડ પર દોડતી દેખાશે. લોકોને ઓછા ખર્ચે, વાહનોની પ્રતીક્ષા કર્યા વિના પરિવહન માટે અને પ્રદૂષણ મુક્તિના હેતુસર આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જે માટે કુલ 10 કરોડની ગ્રાંટ મનપાને મળશે.

Surat News

Surat Radios