letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:46 PM
Sunday, December 15
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

મોબાઈલ ચોરીની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે ત્યારે કતારગામ પોલીસે રિક્ષામાં મુસાફરોના મોબાઈલની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. કતારગામ પોલીસે ગેંગના સાત શખ્સો પાસેથી ચોરીના 21 મોબાઈલ અને રિક્ષા મળીને કુલ રૂપિયા 1.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એટલું જ નહીં પોલીસે ટોળકી પાસેથી ચોરીના મોબાઈલ ખરીદનાર અને મોબાઈલના લોક તોડી આપનાર દુકાનદારની પણ ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીના નામ પોલીસે કુલ સાત આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન જેવા વિસ્તારમાં વહેલી સવારે આવતા મુસાફરોને રિક્ષામાં બેસાડી તેઓને નિશાન બનાવતા હતા. કતારગામ પોલીસને આ અંગે બાતમી મળી હતી. પોલીસને માહિતી મળી હતી કે આ ગૅંગ રિક્ષામાં મુસાફરોને બેસાડ્યા બાદ આગળ-પાછળ ખસવાનું કહી નજર ચુકવીને મોબાઈલ ફોન ચોરી લેતા હતા. પોલીસે આ ગુનામાં કોસાડ આવાસમાં રહેતી રિક્ષા ચાલક ટોળકીના રફિક ઉર્ફે બાંગો ઉમરદરાસ શેખ, અનવર કાસમ શેખ, અલ્લારખા ઉર્ફે અલ્લુ સાબિર શેખ, વીકી સાજન થોરાટ, રાહુલ સુરેશભાઇ આહિરે, ફૈયાઝ કયુમશા,અનીશ ઐયુબને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીના 21 મોબાઈલ અને રિક્ષા મળીને કુલ રૂપિયા 1,79,500નો મુદામાલ કબજે કર્યો હતો.

Surat News

Surat Radios