letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
8:56 AM
Wednesday, April 8
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

બીસીસીઆઈ માર્ચમાં અમદાવાદના નવ નિર્માણ પામી રહેલા મોટેરા સ્ટેડિયમમાં એશિયા-11 અને વર્લ્ડ-11 વચ્ચે એક એક્ઝિબિશન મેચ રમાડવા માગે છે.સ્ટેડિયમમાં 50 રૂમ અને 73 કોર્પોરેટ બોક્સબીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે,‘અમે માર્ચ મહિનામાં આ મેચ યોજવા માગીએ છીએ. આ માટે આઈસીસીની મંજૂરી લેવી જરૂરી છે. અમને આ માટે મંજૂરી મળી જશે તેની આશા છે.’ આ ગાંગુલીના અધ્યક્ષ બન્યા બાદનું બીજું મોટું આયોજન રહેશે. આ અગાઉ ગાંગુલીએ અધ્યક્ષ બનવાની સાથે કોલકાતામાં ભારતની પ્રથમ-ડે નાઈટ મેચનું આયોજન કર્યું હતું. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની દર્શક ક્ષમતા 1 લાખ 10 હજારની છે. જેને બનાવવામાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અગાઉ આ સ્ટેડિયમની ક્ષમતા 53 હજાર હતી. બીસીસીઆઈ હાલ ગુજરાત ક્રિકેટ એસો. પાસેથી સ્ટેડિયમ સંપૂર્ણ તૈયાર હોવાની રિપોર્ટ મળે તેની રાહ જોઈ રહ્યું છે. 63 એકરમાં બનેલા આ સ્ટેડિયમમાં 50 રૂમ અને 73 કોર્પોરેટ બોક્સ પણ છે. આ મેદાન પર ભારતીય ખેલાડીઓએ યાદગાર રેકોર્ડ બનાવેલા છે. ગાવસ્કરે અહીં જ ટેસ્ટમાં 10 હજાર રન પૂર્ણ કર્યા હતા.

Surat News

Surat Radios