SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

હજીરાના મોરા ગામ ખાતે આયોજીત મેળામાં મોટા ચકડોળમાં મુખ્ય રોડ બેરિંગ તૂટી જતાં સવાર 71 સહેલાણીઓ ફસાઈ ગયા હતા. ચકડોળ શરૂ થઈ શકે તેમ ન હોવાથી લોકો અટકી પડ્યા હતાં. ગભરાયેલા લોકો બચવા માટે નીચે કુદે નહીં એ માટે ફાયરની ટીમે માઇકમાં જાહેરાત કરીને લોકોને ટ્રોલીમાં બેસી રહેવા જણાવ્યું હતું, ત્યારબાદ ચાર ટીમોએ પાંચ કલાકથી પણ વધુનો સમય લઇને તમામ સહેલાણીઓને તક્ષશિલા અગ્નિકાંડ વસાવેલા 8 કરોડના ટર્ન ટેબલ લેડર દ્વારા સહી સલામત નીચે ઊતાર્યાં હતાં. ટર્ન ટેબલ લેડરથી એક સમયે 5 વ્યક્તિને રેસ્ક્યુ કરી શકાય છે તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગે 8 કરોડના ખર્ચે ટર્ન ટેબલ લેડર વસાવ્યું હતું. આ સાધનમાં રેસ્ક્યુ લીફ્ટ હોય છે તેમજ 360 ડિગ્રી જરૂરીયાત મુજબ ફેરવી શકાય છે. ટર્ન ટેબલ 55 મીટરની ઊંચાઇ સુધી માત્ર દોઢ જ મિનિટમાં પહોંચી શકે છે. વજન ક્ષમતા 275 કિલો હોવાથી એક સમયે 5 વ્યક્તિને રેસ્ક્યુ કરી શકાય છે. લેડર મશીનથી મોડી રાત સુધી રેસ્ક્યુ ચાલ્યું તક્ષશિલા આગ હોનારત બાદ પાલિકા દ્વારા તાત્કાલિક વસાવવામાં આવેલું ટર્ન ટેબલ લેડર મશીન સહેલાણીઓને સહી સલામત નીચે ઉતારવામાં ખાસ ઉપયોગી થઈ પડ્યું હતું. સહેલાણીઓ આશરે 80 ફુટ જેટલી ઉંચાઈએ ફસાયા હોવાથી લેડર મશીન અને એક હાઈડ્રોલીક પ્લેટફોર્મની મદદથી વારફરતી સહેલાણીઓને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Surat News

Surat Radios