letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:06 AM
Tuesday, August 4
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરતના યુવક આકાશ સલીયાએ 5 વર્ષના રિસર્ચ અને ડેવલોપમેન્ટ બાદ 3 કેરેટના હીરાને 3 મહિના સુધી કટ કરીને 1.46 કેરેટના ભારતના નકશાના આકારના હીરામાં ઢાળ્યો છે. તેના પર 3 અઠવાડિયા સુધી 4 વખત લેસર ફેરવ્યા બાદ વડાપ્રધાન મોદીની તસ્વીર અલંકિત કરી છે. ઉદ્યોગકાર આકાશ સલીયા જણાવે છે કે, હીરો ફાટી જશે તે ભય સાથે જ કામ થયું છે, 1 થી 8 એમએમના 12 ગ્લાસ પર પ્રેક્ટિસ બાદ આ હીરા પર પ્રથમ પ્રયત્ને વડાપ્રધાન મોદીની તસ્વીર બનાવી છે. આ હીરો વડાપ્રધાન મોદીને ભેટ કરાશે. ડાયમંડમાં ભારતના નકશાનો ભાસ થતા વિચાર આવ્યો હતો સુરતના કતારગામ ખાતે રહેતા આકાશ સલીયાએ ભારતને સોનામાં નહીં પરંતુ રીયલ ડાયમંડમાં કંડાર્યુ છે. વર્ષ 2014-15માં તેમણે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીના વિદ્યાર્થીકાળમાં એક ત્રણ કેરેટના રીઅલ ડાયમંડને ભારતનો નકશો આપવાનું કામ શરૂ કર્યુ હતું. આ ડાયમંડ વિશે વાત કરતા આકાશ સલીયાએ કહ્યું કે, વર્ષ-1998માં તેના નજીકના સંબંધીએ એક ત્રણ કેરેટનો ડાયમંડ ખરીદ્યો હતો એ સમયે તેની કિંમત 45,000 આસપાસની હતી. 14 વર્ષ પછી એ ડાયમંડ જ્યારે મારા જોવામાં આવ્યો તો મને તેમાં ભારતના નકશાનો ભાસ દેખાયો અને એ ડાયમંડમાં ભારતનો નકશો બનાવવાનો વિચાર આવ્યો હતો અને પછી તરત તેના પર કામ શરૂ કર્યું હતું. ડેઇલી પાંચ કલાક જેટલું કામ કરીને અંદાજિત બે મહિનામાં ડાયમંડને નકશામાં પરિવર્તીત કર્યો. આ કામ એટલું આસાન ન હતું કારણ કે લેસર દ્વારા કામ લેવાનું હતું અને લેસર દ્વારા હીરો તૂટવાની પણ શક્યતાઓ હતી. જ્યારે ભારતના નકશા સ્વરૂપે ડાયમંડ તૈયાર થયો ત્યારે તેનું વજન 1.46 કેરેટ હતું. જ્યારે નકશો તૈયાર થયો ત્યારે તેને સલામી આપીને સેઇફમાં મૂકી દીધો હતો. આ કામમાં નકશો તૈયાર કરતી વખતે ઘણીવખત મુશ્કેલીઓ પણ આવી પરંતુ તે વખતે મારા મિત્ર કેયુર મિયાણીએ સહયોગ આપ્યો હતો તે મારી પડખે ઉભા રહી મદદ કરવાની સાથે મને સતત પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. 2017માં ડાયમંડમાં કંઈક અલગ કરવાનો વિચાર આવ્યો હતો આકાશ સલીયાએ 2017માં ફરી ડાયમંડ સેઇફમાંથી જોવા માટે બહાર કાઢ્યો તો તેને ડાયમંડની અંદર કશુક નવું કરવાની ઇચ્છા થઇ હતી. એ સમયે વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, બેટી બચાવો-બેટી પઢાવો વગેરે દેશલક્ષી કાર્યોથી પ્રભાવિત હોવાના કારણે ડાયમંડની અંદર નરેન્દ્ર મોદીની આકૃતિ બનાવવાનું નક્કી કર્યું હતું. ફરી લેસર ઇન્સ્ક્રીપ્શન અને એક મહિનાની મહા મહેનત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકૃતિ પણ ડાયમંડમાં સ્થાપિત કરી હતી. માત્ર દોઢ કેરેટના હીરાની અંદર લેસર ઇન્સ્ક્રીપ્શનથી આકૃતિ ઉપસાવવી જે કામ સહેલું ન હતું કારણ કે વોલ્ટ…

Surat News

Surat Radios