SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં થવાની છે. ત્યારે સુરતના દરિયા કાંઠે પણ ભારે અસર સર્જાશે. આ ડીપ ડિપ્રેશન સુરતથી 710 કિલોમીટર છે. જે આવતીકાલ સુધી ગુજરાતના દરિયાકાંઠે પહોંચી જશે. ત્યારે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે.  સુરત જિલ્લાના 32 ગામોને એલર્ટ કરાયા દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં ડિપ્રેશન તરીકે છે. 24 કલાકમાં વાવાઝોડું વધુ પાવરફુલ થઈ શકે છે. 2 જૂનના રોજ સવારે વાવાઝોડું ઉત્તર દિશા તરફ જશે. જેમાં દમણ અને દક્ષિણ ગુજરાતમાં 3 જૂનના રોજ સાંજ અથવા રાત્રે અસર બતાવશે. દક્ષિણ ગુજરાતના બંદરો પર DC 1 સિગ્નલ  મૂકી દેવાયું છે. તો સાથે જ સુરત જિલ્લામાં 32 ગામોને એલર્ટ કરાયા છે. જરૂર જણાશે તો સ્થળાંતર કરવામાં આવશે તેવું સ્થાનિક તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. 

Surat News

Surat Radios