SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા છાપરાભાઠા રોડ પરના ખાડી પુલ સવારે મોર્નિંગ વોક પર ગયેલા યુવકને એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકીની આસપાસ શ્વાન ફરતા હોવાને લઈ બાળકીને તે પોતાના ઘરે લઈ ગયો હતો. અને ત્યાર બાદ પોલીસને સમગ્ર મામલે જાણ કરાતા પોલીસે બાળકીનો કબજો લઈ તેના માતા-પિતાની શોધખોળ શરુ કરી છે. આમ એક યુવકની સતર્કતા અને કરૂણાએ ત્યજેલી 'લક્ષ્મી'ને નવજીવન આપ્યું છે.અમરોલી વિસ્તારમાં રહેતા વિવેક રાવજીભાઈ બોરડા આજે વહેલી સવારે અમરોલી – છાપરાભાઠા રોડ પરના ખાડી પુલ પર મોર્નિંગ વોક પર ગયો હતો. તે વેળાએ તેઓને ઝાડીમાં નવજાત બાળકી મળી આવી હતી. બાળકીને જોતા જ યુવક ચોંકી ઉઠ્યો હતો.

Surat News

Surat Radios