SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

મહાનગર પાલિકા (Surat Municipal Corporation)ના આરોગ્ય વિભાગ (Health Department) માટે હાલમાં કતારગામ ઝોન ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે. જે પ્રમાણે કતારગામ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધી જતા મનપાએ આ વિસ્તારમાં કડકાઇ તેમજ સમજાવટ બંને રીતે કામગીરી આરંભી છે. પરંતુ હજુ પણ સ્થાનિક કક્ષાએ મનપાને યોગ્ય સપોર્ટ મળતો નથી. કતારગામ ઝોનના 8 ખાનગી તબીબો (Doctors)એ એરીના દર્દીઓની માહીતી જેમિની એપ્લિકેશનના માધ્યમથી મનપાને આપી ન હોવાથી મનપાએ તબીબોને શો-કોઝ નોટિસ (Show Cause notice) ફટકારવામાં છે. આ સાથે તબીબોને એક દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવામાં આવ્યું છે. જો ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો એપેડેમિક એક્ટ 2020 (Epidemic Act 2020) હેઠળ કલિનિક તેમજ હૉસ્પિટલ સામે મનપા કાન‌ૂની કાર્યવાહી કરશે.સુરત શહેરની ખાનગી હૉસ્પિટલ, કલિનિકમાં સામાન્ય તાવ, શરદી અને ખાસીની સારવાર લેતા દર્દીઓની માહીતી તબીબોએ જેમિની એપ્લિકેશનના માધ્યમથી મનપાને આપવાની હોય છે. જેથી કરી મનપાને તમામ માહિતી મળી રહે. કતારગામ ઝોનમાં પોઝિટિવ દર્દીની હિસ્ટ્રી તપાસ કરતા સમયે કેટલાક કિસ્સામાં ખાનગી હોૉસ્પિટલમાં સારવાર લીધી હોય તેવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે, પરંતુ ડૉકટરો તરફથી દર્દીઓનાં લક્ષણની જાણ જેમિની એપ્લિકેશન પર કરવામાં આવી ન હતી. આ મામલે મનપાએ આઠ તબીબોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

Surat News

Surat Radios