SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી દુબઇ ખાતે ગુજરાતીઓ ફસાયેલા છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને ગુજરાત પહોંચાડવાની જવાબદારી ગુજરાતી સમાજ દુબઇના અગ્રણી અને દુબઇ રહેતા સુરતના હીરા ઉદ્યોગપતિ ભરતભાઇ નારોલે લીધી છે. ગુરૂવારે  સવારે 10 કલાકે 175 યાત્રી સાથે પ્રથમ ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી, જ્યારે બીજી ફ્લાઇટ 24મી તારીખે દુબઇથી અમદાવાદ આવશે. ભરતભાઇએ કુલ 1200 ગુજરાતીઓની યાદી તૈયાર કરી છે અને તમામને ગુજરાત મોકલવાની પરવાનગી દુબઇ કોન્સોલેટ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી માંગી છે. જો કે હાલ મંજૂરી મળી નથી. પરવાનગી મળતા જ કુલ છ ફ્લાઇટ દ્વારા અન્ય ગુજરાતીઓને પણ દુબઇથી રવાના કરવામાં આવશે. જે યાત્રીઓ ટિકિટ ખર્ચી શકતા નથી તેમનો ખર્ચ ભરતભાઇ જાતે જ ઉપાડે છે.  

Surat News

Surat Radios