SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

21 જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સેલિબ્રેશન સોલ્યુશન્સ સંસ્થા દ્વારા ઓનલાઈન યોગગરબાનું આયોજન કરાયું છે. જે સવારે 9 વાગ્યે સંસ્થાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જોઈ શકાશે. શહેરમાં સૌ પ્રથમ વખત ઓનલાઈન યોગગરબાનું આયોજન કરાયું છે. યોગ ગરબા પેટન્ટ કરાવનાર અનીષ રંગરેજ દ્વારા આ સેશન લેવાશે. તેમજ કોવિડ-19ના દર્દીઓ માટે પણ યોગ ગરબાનું આયોજન કરાયું છે. જે રવિવારે સાંજે 4.30 કલાકે વીએનએસજીયુના કોવિડ-19 કેર સેન્ટર ખાતે યોજાશે.  યોગગરબા શું છે? યોગગરબા એ સામાન્ય ભાષામાં યોગ અને ગરબાનું જોડાણ છે. જેમાં યોગા સાથે ગરબાના સ્ટેપ્સ પણ હોય છે. જેને ડોકટર સાથે ચર્ચા કરી ડિઝાઈન કરાયા છે. યોગમાંથી પ્રાણાયામ અને ધ્યાન તેમજ ગરબામાંથી અર્વાાચીન ગરબા, હિંચ, 3 તાળી ગરબાના સ્ટેપ્સ હોય છે. યોગ ગરબાથી શરીરની ફલેક્સિબિલિટીમાં ફાયદો થાય છે, વેઇટ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટમાં ફાયદો થાય છે. તેમજ ડિપ્રેશનની દર્દી કે સ્પેશિયલ દર્દી હોય તેમના માટે યોગ થેરાપી તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. એક ડાન્સ મૂવમેન્ટ થેરાપી તરીકે ઉપયોગ થાય છે. 

Surat News

Surat Radios