letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:05 AM
Thursday, August 6
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરત શહેરમાં હવે વધુને વધુ દર્દીઓ એવા આવી રહ્યાં છે કે જેઓને શ્વાસ લેવામાં ખૂબ મુશ્કેલી અનુભવાતી હોય અને સિવિલમાં દર્દીઓનો સતત ધસારો ચાલુ છે. ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોરોના સંક્રમિત દરેક દર્દીઓના બેડ સુધી ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ૧૩૦૦૦ લિટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક ઈન્સટોલ કરવામાં આવી છે. હાલ આવી રહેલા દર્દીઓને ફ્લોલેસ ઓક્સિજન સપ્લાય મળી રહે તે માટે સિવિલના ઓક્સિજન ટેકનિશ્યનો ૨૪ કલાક ખડેપગે છે. નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ કોરોના સંક્રમિત દર્દીઓની મુશ્કેલીઓ ઓછી કરવા  માટે તંત્ર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને અત્યારે સૌથી વધુ અછત ઓક્સિજનની વર્તાઈ રહી છે, સાથે સાથે સ્ટાફની પણ અછત છે. હોસ્પિટલના કેમ્પસમાં કાર્યરત ઓક્સિજન લાઈન ટેક્નિશીયન ભાવિનભાઈ ભોજકે કહ્યું કે, અમારી ટીમ ૨૪ ક્લાક સિવિલ હોસ્પિટલના દરેક કોરોના સંક્રમિત દર્દીઓની સેવા માટે હાજર છે. ઓક્સિજન જરૂરિયાતની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે ખડેપગે છીએ. પ્રશાસનના અથાગ પ્રયત્નોથી નવી સિવિલ હોસ્પિટલે ૧૩,૦૦૦ લિટરની લિક્વિડ ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જે કોરોના સંક્રમિત દર્દીઓ માટે સંજીવની સમાન બનશે. કોઈ પણ વોર્ડમાં સરળતાથી ઓક્સિજન મળી રહે તે માટે હોસ્પિટલના દરેક વોર્ડમાં ઓક્સિજન લાઈનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. 

Surat News

Surat Radios