letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:03 AM
Thursday, August 6
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ડાયમંડ યુનિટો અને કારખાનાઓ માટે મનપા દ્વારા એક ઘંટી પર એક જ રત્નકલાકાર (કારીગર)ને બેસવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હવે વિવિધ રજૂઆતોને આધારે મનપા દ્વારા શરતોને આધારે એક ઘંટી પર બે કારીગરોને બેસવા માટેની મંજૂરી આપવામાં આવી છે. મનપાની શરત મુજબ એક ઘંટી પર એક જ કારીગર બેસી શકશે પરંતુ આ જ ઘંટી પર બેસનાર અન્ય કારીગર કોરોના વાયરસથી સંક્રમિત થયો હોય અને સાજા થઇ ગયો હોય અથવા જે રત્નકલાકારને ડાયમંડ યુનિટ દ્વારા સ્વખર્ચે એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવેલ હોય અને તેનો રિપોર્ટ પોઝિટિવ ન હોય કે કોઇ લક્ષણ ન હોય તેવી વ્યક્તિને તે ઘંટી પર બીજા વ્યક્તિ પર બેસાડવાની મંજૂરી આપવામાં આવી છે. એક ઘંટી પર બે વ્યક્તિઓ બેસતાં કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તે મુજબ બેઠક વ્યવસ્થા કરવાની રહેશે.

Surat News

Surat Radios