letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:13 PM
Sunday, February 28
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

મૂળ સુરતની અને હાલ મુંબઇમાં રહેતી 17 વર્ષની હેત્વી શેઠ મહાસુદ-12, 24મી ફેબ્રુઆરીના રોજ દીક્ષા લઇ સંસારનો ત્યાગ કરી પ્રવજ્યાના પંથે જશે. હેત્વી આ. જયાનંદ સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં રાજસ્થાનના આહોર નગરમાં બીજા ચાર મુમુક્ષુઓની સાથે દીક્ષા લેશે. હેત્વીના નાના અમૃતભાઈ શાહે જણાવ્યું હતું કે, 16મીએ તેઓ સુરતમાં હેત્વીનો વિદાય સમારંભ યોજાશે. હેત્વીના પિતા મિલનભાઈ શેઠ મૂળ થરાદના વતની છે અને વર્ષોથી સુરત ખાતે રહે છે. હાલ તેઓ મુંબઈમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એમણે વધુમાં જણાવ્યું હતું કે, હેતવીએ માત્ર આઠ વર્ષની ઉંમરે ઉપધાન તપ કર્યા હતા. તેણે ગુરુકુલમમા વ્યવહારિક ધોરણ નવ સુધીનો અભ્યાસ કર્યો છે. ગુરુકુલમ તેમજ માતા-પિતાના સંસ્કારને લીધે તે ફન, ફોન, ફ્લેટ અને ફિયાટ છોડી આ સંસારનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. ઉપધાન તપ બાદથી તેણીએ દરરોજ ચોવિહાર તથા સામાયિક પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ ચાલુ કરી હતી.

Surat News

Surat Radios