letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:52 PM
Thursday, April 15
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, એવામાં કેન્દ્ર સરકારે આવાં રાજ્યોને સઘન રીતે કોન્ટેક ટ્રેસિંગ કરવાના આદેશો કર્યા છે, જેમાં દરેક કોરોનાના કેસ પર ઓછામાં ઓછા 30 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું જોઈએ. આ સિવાય કોરોનાની બીજી લહેરને રોકવા જિલ્લા કેન્દ્ર દ્વારા રણનીતિ તૈયાર કરવા પર કેન્દ્રએ ભાર મૂક્યો છે. કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા સઘન બનાવોકેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કોરોનાની બીજી લહેરને રોકવા માટે કહ્યું છે કે પ્રત્યેક જિલ્લામાં ક્યાં કેસ વધી રહ્યા છે, કેટલા વધી રહ્યા છે એ માટેનો એક્શન પ્લાન તૈયાર કરી એ અનુસાર કામ કરવું જોઈએ. ખાસ કરીને જ્યાં વધારે કેસ નોંધાય છે ત્યાં મોટા કન્ટેન્મેન્ટ ઝોન બનાવવા જોઇએ અને સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા પણ સઘન બનાવવી જોઈએ.

Surat News

Surat Radios