letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:24 PM
Thursday, April 15
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

વાહનવ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મેમો જમા કરાવવા હવે લોકોએ કોર્ટના ચક્કર કાપવા નહીં પડે. ઘરે બેઠા જ મેમો જમા કરાવી શકાશે. આ માટે દેશભરમાં ટ્રાફિક ઈ-કોર્ટ શરૂ કરાશે. કેન્દ્ર સરકારે આ માટે 25 રાજ્યમાં રૂ. 1,142 કરોડનું ફંડ જારી કર્યું છે. ઈ-કોર્ટ શરૂ કરવા જુલાઈ 2021 સુધીની ડેડલાઈન નક્કી કરાઈ છે. અનેક રાજ્યોમાં ટ્રાફિક ઇ-કોર્ટ શરૂ થઈકેન્દ્ર સરકારે આ નિર્ણય છ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં શરૂ કરાયેલી નવ ઈ-કોર્ટની સફળતા પછી લીધો છે. કોરોના કાળમાં દેશભરમાં ટ્રાફિક કોર્ટમાં પેન્ડિંગ કેસોના ઉકેલ માટે મે 2020માં સૌથી પહેલા દેશની રાજધાની દિલ્હીમાં બે ઈ-કોર્ટની શરૂઆત કરાઈ હતી. ત્યાર પછી દેશના હરિયાણા (ફરીદાબાદ), તમિલનાડુ (ચેન્નાઈ), કર્ણાટક (બેંગલુરુ), કેરળ (કોચી), મહારાષ્ટ્ર (નાગપુર, પૂણે) અને આસામ (ગુવાહાટી)માં ટ્રાફિક ઈ-કોર્ટ શરૂ કરાઈ હતી. કેન્દ્રીય કાયદા મંત્રાલયના મતે, આ તમામ ઈ-કોર્ટમાં 20 જાન્યુઆરી 2021 સુધી 41 લાખથી વધુ કેસનો ઉકેલ લવાયો હતો.

Surat News

Surat Radios