letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
3:29 AM
Saturday, September 25
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

કોરોના સંક્રમણની બીજી લહેર સમાપ્ત થતાં જ ફરી ઉદ્યોગ ધંધાની સાથે સુરત એરપોર્ટ ધમધમતું થાય તેવા અણસાર મળી રહ્યાં છે. સુરતથી પાંચ શહેરોને જોડતી ફ્લાઈટ મળતા વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. આગામી 16-17 જુલાઈથી સ્પાઇજેટએ સુરત-હૈદરાબાદ, સુરત-પુના, સુરત જયપુર, સુરત-જબલપુર અને સુરત બેંગાલુરૂ ફલાઇટને લીલી ઝંડી આપી હોવાનું વી ફોર વર્કિંગ કમિટી સુરત એરપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. માગણીઓનો અંત આવશેસંજયભાઇ જૈનએ કહ્યું હતું કે, સુરત-પુના ફલાઇટ માટે છેલ્લા 4 વર્ષથી માગણી કરી રહ્યાં હતાં. વારંવાર રજૂઆતો કરી હતી. 4 વર્ષ બાદ માગણી પુરી થતી જોઈ આનંદ થઈ રહ્યો છે. સુરત-હૈદરાબાદ અઠવાડિયાના 4 દિવસ, સુરત-પુના અઠવાડિયાના 4 દિવસ, સુરત જયપુર ડેઈલી, સુરત-જબલપુર અને સુરત બેંગાલુરૂ અઠવાડિયા ના 3-3 દિવસ ઉપાડવાની વાત બાદ સ્પાઈસ જેટની ઉંચી ઉડાનને સુરતીઓ ચોક્કસ આવકારશે એવી આશા રાખીએ છીએ.

Surat News

Surat Radios